પાટણ: પાટણ જિલ્લામાં અગાઉ પ્રદેશ કોંગ્રેસ મહિલા મંત્રી અલકા દરજી અને હિનાબહેન ભ્રહ્મભટ્ટ નામની કાર્યકરોએ કોંગ્રેસના ધારાસભ્ય કે. સી. પટેલ ઉપર રૂપિયા લઈને ટિકિટો વેચી હોવાના આક્ષેપ કર્યાં હતાં અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. હવે આવા જ આક્ષેપ ભાજપના કે. સી. પટેલ પર ફરી લાગ્યા છે. તાજેતરમાં પાટણ નગરપાલિકા ના વોર્ડ નં. ૧૧માં વર્ષો જૂના ભાજપના પીઢ કાર્યકર જ્યંતીજી ઠાકોરે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે. સી. પટેલ ઉપર રૂપિયા લઈને ચૂંટણીઓ ટિકિટો વેચવાનો આક્ષેપ કર્યો છે. જયંતીજી ઠાકોર આ સાથે પોતાના પ૦ જેટલા સમર્થકો સાથે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.