મહેસાણાઃ ભાજપના જનસંઘ વખતના પીઢ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ જયંતીભાઈ બારોટનું ૨૩મી સપ્ટેમ્બરે વહેલી સવારે નિધન થયું હતું. મહેસાણા લીંચ ગામમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટ્વિટ કરીને દિલસોજી પાઠવી હતી. તેઓ સરપંચથી લઈને સાંસદ સુધીની સફ સાથે લોકસેવામાં સતત કાર્યરત રહ્યા હતા. ભાજપના પ્રદેશ મહામંત્રી તરીકે ૮ વર્ષ, રાજ્યસભાના સભ્ય, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન તરીકે સેવા આપ્યા બાદ છેલ્લે પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન તરીકે સેવા આપતા હતા. સેફ્રોનિ રિસોર્ટમાં એમના નિવાસસ્થાને સવારે અંતિમ દર્શન બાદ, મહેસાણા સી-ડેક, સેવા કેન્દ્ર અને ભાજપ કાર્યાલયે આવેલી અંતિમયાત્રામાં અંતિમદર્શન માટે ડે. મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.