મહેસાણા, વિસનગર: ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલના ભાઈનું વિસનગરમાંથી જુગારધામ ઝડપાયું હોવાના અહેવાલ ૨૧મીએ હતા. વિસનગરમાં મથુરદાસ ક્લબમાં કેટલાક સમયથી ચાલતા જુગારધામને પોલીસે પકડીને ૨૦ જુગારીની ધરપકડ કરી હતી. જુગારીઓમાંથી મુખ્ય સંચાલક કીર્તિકુમાર રાવલ અને હિમાંશુ રાવલ પરેશ રાવલના ભાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. હિમાંશુ પરેશ રાવલના સગાભાઈ અને કીર્તિકુમાર ફઈના દીકરા છે. પોલીસે ૨૦ જુગારીઓ પાસેથી કુલ રૂ. ૧,૯૪,૧૦૩ રોકડા ઝડપી લીધા છે અને કાર્યવાહી આગળ ચલાવી છે.
છેલ્લા કેટલાક સમયથી ચાલતું આ જુગારખાનું પરેશ રાવલના ભાઈનું બહાર આવતાં સમગ્ર જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.
ક્લબની અંદર અલગ-અલગ ટેબલ પર જુગાર રમી રહેલા જુગારીઓ પાસેથી પોલીસે ૧૬ મોબાઈલ અને ૩ વાહનો મળી રૂ. ૬ લાખ ૩૩ હજાર ૫૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
જુગારીઓને ઈકો કારમાં લવાતા હતા
વિસનગર, નાના ચિલોડા, અમદાવાદ, પુદ્રાસણ-ગાંધીનગર, વાવોલ-ગાંધીનગર, ગોઝારીયા, રાજકોટ, જોધપુર-અમદાવાદ, સરખેજ-અમદાવાદ, મહેસાણા, ઇસનપુર-અમદાવાદ, મુંબઈ, લાંઘણજ, નવા વાડજ-અમદાવાદ જેમાં અમદાવાદ અને ગાંધીનગરથી બે ઈકો ગાડીમાં બહારથી જુગારીયાઓને જુગાર રમવા વિસનગર લઈ આવ્યા હતા. જે પોલીસે પકડયા તેમાં બે ઇકો ગાડી બહારથી આવી હતી.
રાવલ કીર્તિ રમણિકલાલ (શાંતિનગર સોસાયટી, વિસનગર), રાવલ હિમાંશુ ડાહ્યાલાલ (શાંતિનગર સોસાયટી, વિસનગર), લાલવાણી નરેન્દ્ર પ્રિતમદાસ (અમનદીપ ફ્લેટ, નાના ચિલોડા), ઠાકોર ભુપતજી જવાનજી (પુન્દ્રાસણ, તા. ગાંધીનગર), ઠાકોર ભરતજી શકુજી (પુન્દ્રાસણ, તા.ગાંધીનગર), પરમાર રમેશ ગણેશભાઇ (વાવોલનડીયા, તા.ગાંધીનગર), પટેલ કેતન ભાયચંદભાઇ (ગોઝારિયા, તા.મહેસાણા), પરમાર કલ્પેશ ગાભાભાઇ (સેક્ટર-૧૩, ગાંધીનગર), વાઢેરપરિમલ બાબુભાઇ (અક્ષર સોસાયટી, ગોઝારિયા), પરીખ નિલેશ જ્યંતિલાલ (સુદર્શન સોસાયટી, અમદાવાદ), કુરેશી મહેબુબમીયાં ભાઇમીયાં (ફતેવાડી, અમદાવાદ), પટેલ કનુ પ્રહલાદભાઇ (લાંઘણજ, તા.મહેસાણા), શાહ રાજુ નંદલાલ (સ્વામિનારાયણ ફ્લેટ, ઇસનપુર)સ, પટેલ બળદેવ મગનભાઇ (લાંઘણજ, તા.મહેસાણા), પરમાર વિનુ ગોકળદાસ (દીપરા દરવાજા, વિસનગર), પરમાર અજય નંદુભાઇ (લાંઘણજ, તા.મહેસાણા), સોની ગીરીશ બાબુભાઇ (નવાવાડજ, અમદાવાદ), પટેલ પ્રવિણ જ્યંતિલાલ (દીપરા દરવાજા, વિસનગર), કોલી ભૈયા પરશુરામ ઉર્ફે કિશન બરખુરામ (વિસનગર), નાયી ભાણજી પશાભાઇ (વિજયનગર સોસાયટી, વિસનગર) વગેરેનો સમાવેશ થાય છે.