અંબાજીઃ કોરોનાનાને લીધે શક્તિપીઠ અંબાજી ભાદરવી પૂનમ મહોત્સવ દરમિયાન ૧૦ દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને ભક્તો વિના મહોત્સવ બીજી સપ્ટેમ્બરે સંપન્ન થયો હતો. પૂનમે ૨.૬૦ લાખ અને મહોત્સવના સાત દિવસ દરમિયાન કુલ ૩૨.૧૦ લાખ ભક્તોએ આ મહોત્સવના ઓનલાઈન દર્શન કર્યાં હતાં.
કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ભાદરવી પૂનમનો મેળો બંધ રાખીને અંબાજી મંદિર પણ ૧૦ દિવસ બંધ રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. જેને મંદિરમાં માત્ર ધાર્મિક વિધિ, સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં યાત્રિકો વિના મંદિરનો ચાચર ચોક સાવ સૂમસામ લાગતો હતો. જેમાં ગત વર્ષે અંબાજી ભાદરવી પૂનમે ૩.૭૦ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં હતાં. ૧૫૩૦ જેટલી ધજાઓ માના શિખરે ચડાવી હતી તો જેમાં ૧૦૦૦ ગ્રામ સોનાની આવક નોંધાઈ હતી. જ્યારે શામળાજી મંદિરમાં દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.