મહેસાણાઃ કડી નજીકના વર્ષ ૨૦૦૪માં ઉટવા ગામની સીમમાં આવેલા મહાકાળી માતાના મંદિરની અંદર અજાણ્યા લોકોએ ઘૂસી જઈને મંદિરના ટ્રસ્ટી, સાધવી અને બે વ્યક્તિ મળી કુલ ચારની હત્યા કરી હતી અને રૂ. ૧૦ લાખની લૂંટ કરી હતી.
૧૬ વર્ષ પહેલાં બનેલા આ હત્યાના બનાવના મુખ્ય આરોપી ગોવિંદસિંહ યાદવની ગુજરાત એટીએસે તાજેતરમાં દિલ્હીથી ધરપકડ કરી હતી. ૧૬ વર્ષે આ કેસમાં સફળતા મળી છે. લાંબા સમયથી સુધી હત્યા કેસમાં આરોપી ન પકડાતા આખરે સરકારે રૂ. ૫૧ હજારના ઈનામની જાહેરાત પણ કરી હતી. ફરિયાદી સુધાબહેન પટેલ અને તેમના સસરા ચીમનભાઈ પટેલ ઘટના બન્યાની ૬ મહિના પહેલા જ અમેરિકાથી કડી આવ્યાં હતા. જ્યારે બનાવ બન્યો ત્યારે મંદિરના ટ્રસ્ટી ચીમનભાઈ મંદિરમાં પૂજા કરતા હતા. આ મંદિરમાં પૂજાપાઠ કરવા માટે એક સાધવી, પરચૂરણ કામકાજ માટે, ભચાઉના કરમણ પટેલ અને મંદિરનું કામકાજ સંભાળતા રાજસ્થાનના મોહનભાઈ વાઘજીભાઈ લુહાર મંદિરમાં જ રહેતા હતા.
વર્ષ ૨૦૦૪માં મોહનભાઈ લુહાર સવારે મંદિરે પહોંચ્યા ત્યારે મંદિર ઓફિસમાં ટ્રસ્ટી ચીમનભાઈ પટેલનું ગળું કાપી હત્યા થઈ હતી. સાથે સાથે સાધવી માતાજી સમતાનંદ પૂર્ણાનંદ સરસ્વતીનો મૃતદેહ મોતીબા આશ્રમના બાથરૂમમાંથી મળ્યો હતો. આ ઉપરાંત અન્ય બે સેવકોની ઘાતકી હત્યા
કરાઈ હતી.