પાલનપુરઃ સેજલપુરા ગામે સોમવારે સવારે રોડની નજીક બની રહેલા શોપિંગ સેન્ટરનો પાયો ખોદાતો હતો. આ સમયે બાજુમાં આવેલું ખંડેર હાલતની દીવાલ ધસી પડી હતી. રાજસ્થાનના અને પાયો ખોદવાના કામ માટે ગામમાં આવેલા શ્રમિક પરિવાર પર આ ખંડેર હાલતમાં ઉભેલા મકાનની જર્જરિત દીવાલ ધડાકાભેર તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં કુલ ૧૧ વ્યક્તિ દટાઈ ગયાં હતાં. તેમાંથી માતા સીતાબહેન રાજુભાઈ વસઈયા (ઉ. વ. ૩૦, બાંસવાડા), તેમની પુત્રી નયના વસઈયા (ઉ. વ. ૩) અને રાહુલ પરેશભાઈ વસઈયા (ઉ. વ. ૫, બાંસવાડા)નાં મૃત્યુ થયાં હતાં. જ્યારે આઠ લોકોને ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.