અમદાવાદઃ મહેસાણા નગરપાલિકાના કોંગ્રેસના છ જેટલા સભ્યોએ ગાંધીનગરમાં ભાજપી ખેસ ધારણ કર્યો હતો. જોકે એ પછી નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી તેમજ અન્ય બે સભ્યો એમ કુલ મળીને ત્રણ સભ્યો કોંગ્રેસમાં પરત ફર્યાં હતા. ૩૦મી ઓગસ્ટે ત્રણ જ દિવસમાં આ સભ્યોને ભાજપથી મોહભંગ થયો હતો. પ્રદેશ કોંગ્રેસનું કહેવું છે કે, અન્ય ત્રણ સભ્યોને પણ કોંગ્રેસમાં પરત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સત્તાના જોરે ચૂંટાયેલા પ્રતિનિધિઓને તોડવાનો પ્રયાસ કરતી આવી છે.ઉલ્લેખનીય છે કે મહેસાણા નગરપાલિકાની રાજકીય રમતમાં પ્રમુખ સહિત ૭ કોંગી કોર્પોરેટરો પક્ષપલટો કરી ભાજપમાં જોડાતા કોંગ્રેસનું શાસન તૂટી પડ્યું હતું. કોંગ્રેસ શાસિત પાલિકામાં ભાંગફોડથી ભાજપ શાસનમાં ફેરવાઈ છે. જોકે કોંગ્રેસમાંથી સાત ભાજપમાં જવાની ઉથલપાથલથી નગરપાલિકામાં ભાજપ-કોંગ્રેસના ૨૨-૨૨ કોર્પોરેટરથી ફિફટીફિફ્ટીનો ઘાટ સર્જાયો હતો.