અંબાજીઃ મા અંબાના ધામ અંબાજીમાં બીજી જાન્યુઆરીએ, પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્યોત્સવ નિમિત્તે લાખો ભક્તો માના દર્શન કરવા ઊમટી પડ્યાં હતાં.
આ પવિત્ર દિને દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી શક્તિપીઠ ગબ્બર પરથી માતાજીની અખંડ જ્યોત નિજમંદિરમાં લાવીને તેમની મહાઆરતી કરાઈ હતી. હાથી પર બિરાજમાન માની શોભાયાત્રાને મહિલા અને બાળ વિકાસ પ્રધાન વિભાવરી દવેએ પ્રસ્થાન કરાવ્યું હતું. મા અંબાના જન્મ દિવસને મનાવવા ૫૦થી વધુ સંઘો ધામમાં પહોંચ્યા હતા. ૬૦થી વધુ યુગલોએ હવનમાં આહુતિ આપી હતી. ભક્તો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા કરાઇ હતી. ૮ હજાર ભક્તોએ લાભ લીધી હતો.