અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી માઈભક્તો મા જગદંબાનાં દર્શન કરવા પગપાળા આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે મેળો બંધ રાખવામાં આવ્યો હતો અને ભક્તોને મંદિરમાં દર્શન કરવા ઉપર પણ પ્રતિબંધ મુકાયો હતો. જેથી ભક્તો માટે ઘરે બેઠાં માતાજીનાં દર્શન થઈ શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા કરાઈ હતી. હવે મંદિર ખૂલતાં જગવિખ્યાત અંબાજી મંદિરમાં હીરાજડિત સોનાનું એક છત્ર દાનમાં આવ્યું હતું. ઈન્દોરના મોહનખેડા તીર્થની મનોકામના પૂર્ણ થતાં ભક્તે મા અંબાને છત્ર અર્પણ કર્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા ૨૩૦ ગ્રામ સોનાની વેલ્યુએશન ગણી રૂ. ૧૧.૩૮ લાખાનું દાન જમાં લેવામાં આવ્યું હોવાનું ટ્રસ્ટે જણાવ્યું હતું.