પાટણ: ઉત્તર ગુજરાતના સમી તાલુકાના કૈલાશપુરા ગામે મહિલાએ ચાર માસની દીકરી અને બે વર્ષના પુત્ર સાથે તાજેતરમાં અગ્નિસ્નાનની કોશિશ કરી. તે સમયે ચાર વર્ષની દીકરીએ આજુબાજુ લોકોને જાણ કરતાં લોકોએ આગ બુઝાવીને બે બાળકો અને મહિલાને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ તપાસમાં જણાયું કે, પતિ લક્ષ્મણભાઈ ઠાકોરને અન્ય કોઈ યુવતી સાથે આડાસંબંધ હોવાના વહેમમાં આ મહિલાએ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.
આ બનાવમાં લક્ષ્મણભાઈ ઠાકોરે સમી પોલીસ મથકે બે સંતાનોની હત્યાની કોશિશ અંગે પોતાની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી જ્યારે મહિલાએ સાસરિયા માનસિક ત્રાસ આપતા હોવાથી આ પગલું ભર્યાંનું કહ્યું છે.