સિદ્વપુર: ભારત દેશના પ્રસિદ્ધ સિદ્ધપુરમાં આવેલા માતૃગયા તીર્થ બિંદુ સરોવરના દ્વારો ૭૬ દિવસ બાદ ૧૦મીએ જૂને ખૂલતાં દર્શનાર્થીઓ અને શ્રાદ્ધ વિધિ કરાવતા બ્રાહ્મણોમાં અનેરો આનંદ છવાયો છે. સરકાર અને ગોરમંડળ દ્વારા આવનાર યાત્રિકોને સેનેટાઈઝ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરાવાઈ રહ્યો છે. ગોરમંડળના પીયૂષભાઈ શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે બિંદુ સરોવર સંકુલના દ્વાર ખૂલતાં યાત્રિકો માતૃગયા શ્રાદ્ધ કરવા માટે આવી રહ્યા છે, પરંતુ બહુ જ ઓછા પ્રમાણમાં આવી રહ્યા છે તેમના જણાવ્યા પ્રમાણે માતૃગયા શ્રાદ્ધ કરવા આવતા યાત્રાળુઓને ગોરમંડળ દ્વારા ફક્ત ચાર માણસોને આવવા માટે અપીલ કરાઈ રહી છે.