ભુજ: ચોરીના આરોપસર ૩ યુવાનોને પકડીને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેમાંથી બે આરોપીનાં એક પછી એક મૃત્યુ થયાં હતાં. આ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથનાં ફરાર પોલીસ કર્મચારી માંથી એક ગફુર પીરાજી ઠાકોર ની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મુન્દ્રા પોલીસે સ્ટેશનમાં ગફુરજી ધીરાજી ઠાકોર સામે ગુ.ર.નં. ૪૮/૨૦૨૧ આઈપીસી કલમ ૩૦૨, ૩૪૩, ૩૩૦ ૩૩૧, ૩૨૬, ૨૧૪ તેમજ જીપી.એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંતર્ગત ધરપકડ ટાળવા માટે આરોપી ગફુરજી નાસતો ફરતો હતો. જેમને પકડવા માટે એટીએસ, અમદાવાદને સૂચના આપવામાં આવી હતી. જેથી એટીએસની ટીમે તાજેતરમાં ગફુર પીરાજી ઠાકોર (રહે. ઉટવેલિયા, જિલ્લો બનાસકાંઠા) ની ગામમાંથી ધરપકડ કરી હતી.