મેઘરજના લેહમાં શહીદ જવાનને અશ્રુભીની અંતિમ વિદાય

Wednesday 06th March 2019 06:27 EST
 
 

મોડાસા, મેઘરજઃ મેઘરજના એક આર્મી જવાન શહીદ થતાં સમગ્ર જિલ્લામાં શોક છવાયો હતો. ઝરડા ગામના ખુશાલસિંહ સિસોદીયા લેહમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સમયે હિમશીલા પડવાથી તેઓ દટાઈ ગયા હતા અને સારવાર દરમિયાન જવાન શહીદ થયા હતા. ૨જી માર્ચે જવાનનો નશ્વરદેહ વતનમાં લવાતાં ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવામાં આવી હતી. વય જવાન અને ભારત માતા કી જય,જવાનો અમર રહોના નારા વચ્ચે અશ્રુભીની આંખે ગામે શહીદને અંતિમ વિદાય આપતાં હાજર અસંખ્ય લોકોની આંખો ભીની થઈ હતી. દેશની રખેવાળી કરનાર જવાન ઉપર પરિવારજનોએ પણ આક્રંદ વચ્ચે ગર્વ વ્યકત કર્યો હતો.
મેઘરજ તાલુકાના ઝરડા ગામના ખુશાલસિહ રણછોડસિંહ સિસોદીયા છેલ્લા ૧પ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. દેશની જુદી જુદી સરહદો ઉપર મા-ભોમની રક્ષા કરતા આ જવાન હાલ જમ્મુ-કાશ્મીરમાં લેહ ખાતે ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન ગત શનિવારે બરફ વર્ષાને કારે હિમ સ્લખન થતાં ખુશાલસિંહ સિસોદીયા તેમાં દટાઈ ગયા હતા. બનાવને પગલે આર્મીના જવાનોએ આ જવાનને બરફના થરની નીચેથી કાઢી ગંભીર ઈજાગ્રસ્ત અવસ્થામાં તેઓને આર્મીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વિશેષ વિમાન મારફતે દિલ્હી પણ લવાયા હતા. જો કે દેશની રક્ષા કરનાર આ જવાન ૧લીએ જિંદગી સામેનો જંગ હારી ગયા હતા અને શહીદ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter