ખંભીસરઃ મોડાસા તાલુકાના સાયરા ગામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સાયરામાં રહેતા શિક્ષક દંપતી બ્રિજેશ પટેલ અને દામિની પટેલની ધો. ૧૦માં ધનસુરાની જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતી પુત્રી નિલાંશીએ પોતાના પોણા છ ફૂટ એટલે કે ૧.૬૫ મીટર લાંબા વાળના રેકોર્ડ માટે લિમ્કાબુકમાં નોંધ કરાવી છે. બાળપણથી લાંબા વાળ રાખવાનો શોખ ધરાવતી નિલાંશી પટેલ ટેબલ ટેનિસઅને તરણમાં નિપૂણતા ધરાવે છે. રમતગમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂકી છે.