પાલનપુરઃ પૂર્વ આફ્રિકાના દેશ યુગાન્ડાના વડા પ્રધાન રૂહાકાના રૂગુંડા ભારતની ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં ભારતમાં એગ્રો પ્રોસેસિંગમાં ૧૦૦ મિલિયન ડોલરનું રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી હતી. જેના માટે રવિવારે તેમણે પાલનપુરમાં આવેલી એશિયાની સૌથી મોટી ડેરી બનાસની મુલાકાત લીધી હતી. તેમણે ડેરીના વિવિધ પ્લાન્ટ, દૂધ અને દૂધની બનાવટો અંગે માહિતી મેળવી હતી.