અંબાજીઃ ધાગડીયાથી ૨૨ જાન્યુ.એ પાંચ મિત્રો ઘરેથી સાથે નીકળ્યા હતા. તેમાંથી એક લાપતા હતો અને તેની લાશ ૨૫મી જાન્યુ.એ કૂવામાંથી મળી. પોલીસે લાશ પીએમ માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી. મૃતકના પિતા, પત્ની અને બે બાળકોને શંકાના કારણે આ લાશ નહીં સોંપાતા ૨૨ દિવસથી લાશ મૃતકની સાથે ગયેલા એક મિત્રના ઘરે છે મૃતકના પિતા લાખાભાઈ મકવાણા તથા મૃતકની પત્ની તારાબહેન કહે છે કે પોલીસે ગુનેગારોની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશના અંતિમ સંસ્કાર કરવા મનાઈ કરી છે. જોકે આ સમગ્ર બનાવને ગ્રામજનો કાવતરું ગણાવે છે.