મહેસાણાઃ એક વ્યક્તિ એક દિવસમાં ૨૩૮૧થી વધુ વખત હાવભાવ બદલી શકે તે સાબિત થયું છે. આ વાતને મહેસાણાની મિત્તલ મોદી નામની યુવતીએ ન્યૂ યોર્કમાં ચાર કલાકમાં વિવિધ ૨૩૮૧ ઇમોશન આપી પૂરવાર કરી છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ નોંધાયું છે. મિત્તલ મોદીની આ ઇમોશન બદલવાની કળાને અગાઉ લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તે મૂળ મહેસાણાની છે અને ન્યૂ યોર્કમાં ફાર્મસીનો અભ્યાસ કરી રહી છે. તેને થિયેટરનો શોખ છે. કોઇ પણ વ્યક્તિ એક દિવસમાં કેટલી વખત ઇમોશન ચેન્જ કરી શકે તે માટે મિત્તલે પોતાની ઉપર જ આ અનોખો પ્રયોગ કર્યો છે. ચાર કલાકમાં તે ૨૩૮૧ જુદા જુદા ઇમોશન્સ રજૂ કરે છે. તેમાં ગુસ્સો, હતાશા, ખુશી, ઉત્સાહ, કંટાળો, દુઃખ, આશ્રય, ગૂંચવાયેલા જેવા વિવિધ ઇમોશન એક મિનિટમાં ૧૦ વખત ચહેરાના હાવભાવ બદલી શકે છે તેના આ રેકોર્ડને કારણે વ્યક્તિના ઇમોશન ઉપર અભ્યાસનું પણ ક્ષેત્ર ઊભું થયું છે.