મોડાસાઃ પવિત્ર શ્રાવણ માસમાં ચોતરફ ધાર્મિક વાતાવરણ છવાયું છે અને વહેલી સવારથી મોડી સાંજ સુધી શિવાલયોમાં હરહર ભોલેના નાદ સંભળાઈ રહ્યા છે. ત્યારે માલપુર તાલુકાના રંભોડામાં સ્વયંભૂ શિવલિંગ ધરાવતા મંદિરના નવનિર્માણ માટે ગ્રામજનો દ્વારા ખોદકામ હાથ ધરાતા મંદિરના અતિપ્રાચીન અવશેષો તેમજ વર્ષો પુરાણા સમાધિ સ્થળ અને તેમાંથી માનવ અવશેષો મળી આવવાની આશા બંધાઈ છે.
દેશનું એકમાત્ર શિવાલય
ગ્રામજનોએ જણાવ્યું હતું કે કોઈએ અહીં મંદિર હયાત હોવાનું જોયું નથી. સાત પેઢીથી ગ્રામજનો શ્રાવણ માસમાં બે શિવલિંગ ધરાવતા શિવાલયની પૂજા કરે છે. સૌથી અગત્યની તો એ બાબત છે બે શિવલિંગ ધરાવતું આ એકમાત્ર શિવલિંગ ગુજરાત નહીં ભારતભરમાં માત્ર માલપુર તાલુકાના રંભોડામાં હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.