ઈડર: ઈડરના રતનપુરમાં ઘાસચારો આરોગ્યા બાદ ૪૨ ગાયોને ખોરાકી ઝેરની અસર થતાં ૧૬ ગાયોના ભારે દર્દનાક હાલતમાં મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ૨૪ જેટલી ગાયો સારવાર હેઠળ છે. સારવાર હેઠળની તમામ ગાયો ભયમુક્ત હોવાનું પશુ ચિકિત્સકે ૧૩મીએ જણાવ્યું હતું. એક સાથે ૧૬ ગાયોના મોત નિપજતાં રતનપુર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાને પગલે પશુધણના માલિક માલધારી પરિવાર પર આભ તૂટી પડયું છે. રતનપુરની સીમમાં પ્રતિવર્ષ રાજસ્થાની માલધારી ભેરાભાઈ રબારી તથા ગોકળભાઈ રબારી તેમનું પશુધણ ગાયો લઈને ચરાવવા માટે આવતા હોય છે. ચાલુ વર્ષે પણ ૩૦૦ જેટલી ગાયો સાથે અહીં પડાવ નાંખનાર આ માલધારી પરિવારની ગાયોએ ૧૨મીએ દિવસભર ખેતર-સીમમાં ચારો ચર્યા બાદ સાંજે કોઈ એક ઠેકાણેથી પાણી પી, પડાવ તરફ પગરવ માંડયા હતા, ત્યાં એકા-એક કેટલીક ગાયોની તબિયત લથડવા લાગી હતી, જેને લઈ માલધારી પરિવારમાં ચિંતા પ્રસરી ગઈ હતી. માલધારી પરિવાર કંઇ સમજે
તે પહેલાં જ ૩૦૦ પૈકી ૪૨ જેટલી ગાયો તરફડીયા મારવા લાગી હતી.