મોડાસાઃ મેઘરજના રામગઢી ગામે શાંતાબહેન કુબેરભાઈ પરમાર ઉપર તેમના જ ભત્રીજાઓ બાબુ હીરાભાઈ પરમાર અને કોદર હીરાભાઈ પરમારે કેરોસીન છાંટી આગ લગાવી દીધી હતી.
૨૧મી જૂને રાત્રે બંનેએ શાંતાબહેન પર ડાકણ હોવાનો આરોપ મૂકી ઝઘડો શરૂ કર્યો હતો. બંનેએ ગાળો સાથે કહ્યું કે અમારા છોકરા પર તેં મેલી વિદ્યા કરી છે જેના લીધે તે ગાંડો થઈ ગયો છે. શાંતાબહેને બંનેને ગાળો બોલવાની ના કહેતાં બાબુ પરમારે મહિલા ઉપર કેરોસીન છાંટી દીધું હતું અને કોદર પરમારે દિવાસળી ફેંકી હતી.
શરીરે આગ લાગતાં મહિલાએ બૂમાબૂમ કરતાં આજુબાજુથી દોડી આવેલા લોકોએ આગ બુઝાવીને મહિલાને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દીધી હતી.