રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે મોડાસામાં ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એસ. સુભાષ રેડ્ડી અને કાયદા પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા ન્યાયાલયનો પ્રારંભ તથા નવા ભવનનો શિલાન્યાસ ૧૭મી જુલાઈએ કર્યો હતો. અરવલ્લી જિલ્લા અદાલતનું આ ભવન રૂ. ૪૦.૭૫ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ પામવાનું છે.
• ખાન સરોવરમાંથી ૧૯ કલાકે માતાપુત્રના મૃતદેહો બહાર કઢાયાઃ પાટણના ખાન સરોવરમાં ૧૫મી જુલાઈએ ત્રણ વર્ષના પુત્ર ધૈર્ય સાથે આપઘાતની છલાંગ લગાવનારા હિના બહેન દરજી અને તેના પુત્ર ધૈર્ય સ્થાનિકોને તળાવમાં તરતા દેખાઈ આવ્યા હતા. આ બંને મૃતદેહોને પાટણની તરવૈયા ટુકડીએ ૧૬મીએ કાઢ્યા હતા અને પોલીસને સોંપ્યા હતા. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી શરૂ કરી છે.