પાટણઃ લોકડાઉનમાં જિલ્લામાં સૌપ્રથમ લગ્ન પાટણમાં રવિવારે યોજાયા હતા. પાર્થ દિવાન બંગલોના એક મકાનમાં તંત્રની મંજૂરીથી માત્ર ૧૦ લોકોની હાજરીમાં ચાણસ્મા તાલુકાના છમીસા ગામના વતની અને ગાંધીધામમાં રહેતા મીત પટેલ અને મણિયારી ગામના રિયાબહેન પટેલ લગ્નગ્રંથિથી જોડાયાં હતા. કલેક્ટરની મંજૂરીથી જાન મહેસાણાથી આવી હતી. જેમાં વરરાજા તેમના માતા-પિતા અને કાકા આવ્યા હતા જ્યારે કન્યા પક્ષે કન્યા તેના માતા-પિતા, ભાઈ, મામા અને ગોર મહારાજની હાજરીમાં લગ્ન સંપન્ન થયા હતા દરેકે માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતું અને લગ્ન પહેલા મકાનમાં સેનેટાઇઝર કર્યું હતું. મંજૂરીની શરતના આધારે માત્ર ચા-પાણી કરાવીને જાનને વિદાય કરી હતી.