ગાંધીનગરઃ વડનગરમાં યોજાયેલા એક દિવસીય તાનારીરી મહોત્સવનો આ વર્ષે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી ઇ-પ્રારંભ કરાવ્યો હતો. સંગીત ક્ષેત્રે પ્રદાન બદલ મુખ્ય પ્રધાને ગાંધીનગરમાં અનુરાધા પૌંડવાલ અને ભાવનગરના વર્ષા ત્રિવેદીને તાના-રીરી એવોર્ડ આપીને સન્માન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું હતું કે, કલા-સંગીત ગુજરાતને ધબકતું રાખે છે અને તેથી જ આપણે સોમનાથ મહોત્સવ, ડાકોર મહોત્સવ અંબાજી મહોત્સવ જેવા અનેક પ્રાંત અને સ્થાનિક સંસ્કૃતિ ક્ષેત્રે સ્થાનિક સંસ્કૃતિને જીવંત રાખવા મહોત્સવ યોજીએ છીએ.
આ મહોત્સવમાં અનુરાધા પૌડવાલ, સાધના સરગમની સાથે અભિષેક જોશી, પૃથ્વી કડી, વર્ષાબેન ત્રિવેદી, પંડિત વિજયકુમાર ગંગાધર સંત, શીતલ બારોટ, નૃત્યકલા એજ્યુકેશન ટ્રસ્ટના કલાકારોએ સ્ટેજ પર્ફોમેન્સ આપ્યું હતું, જેનું જીવંત પ્રસારણ કરાયું હતું.