ગાંધીનગરઃ વડા પ્રધાન મોદી બાળપણમાં વડનગરમાં જે દુકાનમાં બેસીને ચા વેચતા હતા, તે સ્ટોલને લઇને એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વડનગરમાં આવેલા તેમના ચા સ્ટોલને પર્યટન સ્થળ તરીકે વિકસીત કરવાનું કામ શરૂ કરી દીધું છે. કેન્દ્રિય પર્યટન અને સંસ્કૃત પ્રધાન પ્રહલાદ પટેલે સ્ટોલને મૂળ સ્વરૂપ સચવાઇ રહે તે માટે દુકાનને કાચથી કવર કરવાનો આદેશ આપી દીધો છે. મોદીના ચાવાળા સ્ટોલને પર્યટન કેન્દ્ર બનાવવાનો નિર્ણય ૨૦૧૭માં લેવામાં આવ્યો હતો. વડનગર રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર ચાની આ દુકાન છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થિત મોદીના જન્મસ્થળ વડનગરને આખી દુનિયાના નક્શામાં આગવું તરી લાવવા માટે આ ચાના સ્ટોલને પર્યટન કેન્દ્રમાં ફેરવવાની યોજના બનાવવામાં આવી છે.
અગાઇ ૨૦૧૭માં સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના અધિકારીઓએ રવિવારે વડનગરની મુલાકાત કરી હતી. અમદાવાદ મંડળના મંડલીય રેલ પ્રબંધક દિનેશ કુમારે પણ અગાઉ જણાવ્યું હતું કે, વડનગર અને મહેસાણા જિલ્લામાં તેના સાથે જોડાયેલા વિસ્તારોના વિકાસની પુરી પરિયોજના રૂ. ૧૦૦ કરોડથી વધુની હશે.