વડનગર: ઐતિહાસિક શહેર વડનગરમાં તાજેતરમાં પુરાતત્ત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન બૌદ્ધ સમયના સ્તૂપ સહિતના અવશેષો મળી આવ્યા હતા. વડનગરનો બૌદ્ધ અને પુરાતત્ત્વીય સર્કિટ તરીકે વિકાસ હેતુ અનેકવિધ કામો ચાલે છે. આ કામોના નિરીક્ષણ માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિત અધિકારીઓ – નેતાઓએ ૭મી નવેમ્બરે મુલાકાત લીધી હતી. મુખ્ય સચિવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભણ્યા હતા તે કુમાર શાળાને મેમોરિયલ બનાવવા વાતચીત પણ કરી હતી અને શાળાને મેમોરિયલ બનાવવા જરૂરી સૂચનો પણ કર્યા હતા. તેઓએ પથ્થર હવેલીની પણ જાત માહિતી લીધી હતી.