વડનગર: વડનગરમાં ઘાસકોળ દરવાજા નજીક ૨ વર્ષ અગાઉ ખોદકામ દરમિયાન મળી આવેલું માનવ કંકાલ પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરાયેલા ડીએનએ ટેસ્ટમાં ૨૦૦૦ વર્ષ જૂનું હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે, શહેરની મધ્યમાં ઘાસકોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન શરીરથી અલગ કરાયેલો માત્ર માથાનો ભાગ મળી આવતાં પુરાતત્ત્વ વિભાગ પણ ચોંકી ઊઠ્યો હતો.
વડનગરમાં ઘરબાયેલા ઇતિહાસને બહાર લાવવા પુરાતત્ત્વ વિભાગ દ્વારા સને ૨૦૦૫થી ઉત્ખનન કરાઈ રહ્યું છે. ખોદકામ દરમિયાન બૌદ્ધસ્તૂપ, પ્રાચીન મૂર્તિઓ, અવશેષો, જૂના અવશેષો, પ્રાચીન કોટ, દીવાલો સહિતના અનેક સ્થાપત્યો મળી
આવ્યાં છે.