વડનગર: વડનગરમાં ચાલી રહેલા ઉત્ખનનમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ સુધીમાં પહેલી વખત પુરાતત્વ વિભાગને ઇજિપ્ત દેશનો સોનાનો ૩ ગ્રામનો સિક્કો મળી આવ્યો છે. જે વડનગરના ઇજિપ્ત સાથેના સંબંધ હોવાની સાક્ષી પુરાવી રહ્યો છે. ઉપરાંત સોલંકીકાળનાં ૧૩૦૦ જેટલા ચાંદીના સિક્કા ભરેલું માટલું મળી આવ્યું છે. વડનગરમાંથી ઉત્ખનન દરમિયાન મળી આવેલા આ વારસાનું કેન્દ્રીય સેક્રેટરીની મુલાકાત દરમિયાન પ્રદર્શન ગોઠવાયું હતું. વડનગરના પેટાળમાં ધરબાયેલા વારસાને ઉજાગર કરવા પુરાતન વિભાગ દ્વારા ઉત્ખનન કરાઈ રહ્યું છે.