મહેસાણાઃ જિલ્લાના હિરવાણી ગામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઊજવણી ૪૦૦૦ યુવાનોએ મીણબત્તી પ્રગટાવીને કરી હતી. જેમાં ૧૫૦૦થી વધુ બાળકો પણ જોડાયાં હતાં. કાર્યક્રમના આયોજક સરદારભાઈ ચૌધરીએ જણાવ્યું કે , ૧૭મીએ, રવિવારે ગામલોકો, અગ્રણીઓ અને મિત્રોના સહયોગથી શાળા પરિસરમાં ૪૦૦૦ મીણબત્તી પ્રગટાવીને અલગ-અલગ ડ્રેસ પહેરી માનવરચિત હેપ્પી બર્થે ડે લોગો ફોરમેશન બનાવાયું હતું. આ પ્રસંગે ૬૮ વિધવા અને ૬૮ દિવ્યાંગોનું સન્માન પણ કરાયું હતું. ૮૦૦ ચોરસફૂટ જગ્યામાં મંચ તૈયાર કરાયો હતો.