પેન્સિલવેનિયાઃ અમેરિકાના પેન્સિલવેનિયામાં અશ્વેત લૂંટારુંઓએ ગુજરાતી એવા અશોક પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અમેરિકામાં મહેસાણાના કડીના વડુ ગામના પાટીદાર યુવકની હત્યા કરી નાંખતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કડીના વડુ ગામે અશોક પટેલના ઘરે શોકનો માહોલ ફેલાયો છે.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડુ ગામના વતની અને છેલ્લા ૮ વર્ષથી અમેરિકામાં રહેતા પાટીદાર યુવકની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. તેમને અમેરિકાના પેન્સિલવેનિયામાં લૂંટારુએ ગોળી મારી હત્યા કરી છે. મૂળ ગુજરાતી યુવકનું નામ અશોક અંબાલાલ પટેલ જાણવા મળી રહ્યું છે.
તેઓ છેલ્લા ૮ વર્ષથી અમેરિકામાં રહેતા હતા અને તાજેતરમાં જ નવી નોકરી શરૂ કરી હતી. નોકરી દરમિયાન સ્ટોર બંધ કરવા સમયે લૂંટારુએ હુમલો કર્યો હતો. નોકરી દરમિયાન સ્ટોર બંધ કરવા સમયે અશ્વેત લૂંટારુઓ લૂંટના ઈરાદે ત્રાટક્યા હતા અને ઘટનાને અંજામ આપીને ફરાર થયા હતા