ગાંધીનગર: જાણીતી જાપાનીઝ ઓટોમોબાઈલ કંપની સુઝૂકી કોર્પોરેશનના ગ્લોબલ ચેરમેન ઓસામુ સુઝૂકીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથેની મુલાકાતમાં જાહેરાત કરી હતી કે, જાન્યુઆરી, ૧૭માં યોજનારી ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટના આરંભે બહુચરાજીના હાંસલપુરથી સુઝૂકી કંપની મોટરકારનું ઉત્પાદન શરૂ કરશે.
૧૮ જૂલાઈ-૨૦૧૨ના રોજ હરિયાણાના માનેસર પ્લાન્ટમાં કર્મચારીઓની મહિનાઓ સુધીની હડતાલ અને વ્યાપક સ્તરે આર્થિક નુકશાન બાદ મારુતિ - સુઝૂકી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે ભારતમાં બીજા સ્થળે પ્લાન્ટ સ્થાપવા ગુજરાત ઉપર પસંદગી ઉતારી હતી. વર્ષ ૨૦૧૪થી બહુચરાજી નજીક હાંસલપુરમાં પહેલા તબક્કે ફેક્ટરી નિર્માણનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અત્યારે આ આખાય યુનિટને ઓપરેશન મોડ ઉપર લઈ જવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.