વાવઃ રાજસ્થાન અને પાકિસ્તાન સીમાએ ૧૫મીએ લાલ તીડ દેખાયા પછી વાવ પંથકમાં તીડનો ત્રાસ ફેલાયો હતો. મીઠાવિચારણ અને દૈયપ ગામની સીમમાં ૧૫મીએ બપોરે તીડનું આક્રમણ થયું. ખેતરોમાં હાલ ઉભો પાક હોવાથી ખેડૂતોમાં તીડના લીધે દહેશત ફેલાઈ હતી. તીડના ટોળાં ૧૫મીએ સાંજ સુધીમાં ૨૦ કિલોમીટર દૂર કારેલી ગામ પહોંચી ગયા હતા. રાજસ્થાનના ભાટડીમાં રાત્રે તીડ દેખાયા બાદ અહીં તીડે આક્રમણ કર્યું હતું.