હિંમતનગરઃ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે સાબરકાંઠામાં દર વર્ષે દિવાળી પર્વથી શિયાળાના સમય દરમિયાન પોળો ઉત્સવ યોજવાની નેમ વ્યક્તિ કરી હતી.
તેમણે જાહેર કર્યું હતું કે, અરવલ્લીની ડુંગરમાળમાં હરિયાળી ટેકરીઓ અને આહલાદક પ્રાકૃતિક-ઐતિહાસિક વિરસાતનો આ અમૂલ્ય નજારો વિશ્વ પ્રવાસન આકર્ષણ તરીકે વિકસે તેવો ધ્યેય પોળો ઉત્સવની ઉજવણીનો રાખ્યો છે. મુખ્ય પ્રધાને ગત સપ્તાહે વિજયનનગર તાલુકાના આબાપૂરમાં પોળો ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કચ્છના રણોત્સવની વિશ્વ ખ્યાતીની જેમ આ અકિંચન આદિજાતિ ક્ષેત્રમાં પોળોના જંગલો અને પૂરતત્ત્વીય ઐતિહાસિક ધરોહરને વિશ્વના પર્યટકો માટે અભ્યાસ-રોમાંચ-સાહસ અને પ્રકૃતિ દર્શનનું સ્થાન બને તે માટે પોળો ઉત્સવમાં ટેન્ટ સિટી, સાયકલિંગ ટ્રેકિંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સના આધુનિક આયામો જિલ્લા પ્રસાશન અને રાજ્ય સરકાર હાથ ધરશે. જિલ્લા કલેક્ટર બંછાનિધી પાની દ્વારા આ ઉત્સવ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.