મહેસાણા: ગુજરાત વિધાનસભામાં ગત સપ્તાહે દેશી દારૂની પોટલી ફેંકી સમાજનું ધ્યાન ખેંચનારા વૃદ્ધે હવે જાહેરમાં વેચાઇ રહેલા દારૂની બદી સામે લડી લેવાનું મન બનાવ્યું છે.
બાબુભાઇ પટેલ નામના આ નિવૃત્ત શિક્ષકે દારૂનું ગેરકાયદે થઇ રહેલું વેચાણ બંધ નહીં કરો તો ૧૧ એપ્રિલથી પોતે જાહેરમાં દારૂ વેચવાનું શરૂ કરશે તેવી ચેતવણી આપી છે. બાબુભાઇએ કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, દારૂબંધીનો કડક અમલ નહીં થાય તો ૧૧ એપ્રિલે જાહેરમાં સાંજે દારૂનું વેચાણ શરૂ કરીશ. પોલીસ જ્યારે કડક થાય ત્યારે દારૂનું પ્રમાણ ઘટે છે, પરંતુ દારૂના કોઇ અડ્ડા બંધ થતા નથી. જો ગુટખા, તમાકુ પર પ્રતિબંધ અને હેલ્મેટનો અમલ થઇ શકે છે તો પછી દારૂબંધીનો કડક અમલ કેમ નહીં?.