પાલનપુર: જગત જનની મા અંબાના ધામ અંબાજીમાં શનિવારે વૈશાખી પૂનમે રાજ્યભરમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ મા અંબાના દરબારમાં શિશ નમાવ્યું હતું. અંબાજી મંદિરને વૈશ્ખી પૂનમે ગાદી પર ૧,૩૩,૩૩૭ની આવક, સુવર્ણશિખર માટે રોકડ દાન ૨૩,૬૦૧, સોનાનું દાન ૩૫ ગ્રામ (૧,૧૬,૨૦૦), દાગીના ૧૮.૨૦ ગ્રામ ૫૪,૭૫૦, જનરલ દાન ૧,૦૬,૩૯૨ જ્યારે પ્રસાદ પેટે રૂ. ૯,૪૦,૯૫૯નું મળી કુલ રૂ. ૧૩,૭૫,૨૩૯નું દાન અંબાજી મંદિરને પ્રાપ્ત થયું હતું.