પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીમાં સંચાલક મંડળની ચૂંટણી બિનહરીફ થયા બાદ ચેરમેન તરીકે શંકર ચૌધરી બીજી ટર્મમાં ચૂંટાઈ આવ્યા હતા. ૪૦ વર્ષ બાદ સંચાલક મંડળની બિનહરીફ વરણી થઇ છે. આ પ્રસંગે સદસ્યો અને ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડયા, બનાસ ડેરીના મેનેજિંગ ડિરેકટર કામરાજભાઈ ચૌધરી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બનાસ ડેરીમાં વર્તમાન સંચાલક મંડળે ગત ટર્મમાં બનાસ ડેરીનું ટર્નઓવર ૪ હજાર કરોડથી વધારીને ૧ર હજાર કરોડ સુધી લઈ જવામાં આવ્યું હતું.
જેમાં બનાસકાંઠા ઉપરાંત અન્ય રાજયોમાં જેવા કે કાનપુર તેમજ હૈદરાબાદ સહિતના સ્થળે બનાસ ડેરીની સ્થાપના
કરી અને બનાસ ડેરીનું કદ વધાર્યું છે.