રાજ્યના આરોગ્ય વિભાગના પ્રધાન શંકર ચૌધરીની ડિગ્રી બાબતે ફરશુભાઈ ગોકલાણી દ્વારા અગાઉ હાઈ કોર્ટમાં પીટિશન દાખલ કરાઈ હતી કે, ચૌધરીએ વર્ષ-૧૯૮૭માં ધોરણ-૧૨ની પરીક્ષા આપી હતી. વર્ષ-૨૦૧૧માં ધો. ૧૨ પાસ થયાનું સર્ટીફિકેટ મેળવવા અરજી કરી હતી અને વર્ષ ૨૦૧૨માં MBAની ડિગ્રી મેળવી છે. તેમની ડિગ્રી બાબતે શંકા છે. એ પછી હાઈ કોર્ટમાં ચૌધરીની વિરુદ્ધમાં આવેલા ચુકાદા બાદ આ કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારી સ્પેશ્યલ લિવ પીટિશન દાખલ કરાઈ હતી. જેમાં ચૌધરી તરફી સુનાવણી થઈ હતી. સુપ્રીમે કહ્યું કે, ધો. ૧રના આધારે નહીં પણ ડીબીએ (ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)ના આધારે ચૌધરીએ એમબીએમાં પ્રવેશ મેળવ્યો હતો.