અરવલ્લીના સુપ્રસિદ્ધ અને અતિપ્રાચીન શામળાજી વિષ્ણુ મંદિરે અદભૂત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આરંભ થયો છે. મંદિરની ઐતિહાસિક ગાથા રજૂ કરતાં 18 મિનિટના આ લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ વરિષ્ઠ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે કલેક્ટર પ્રશસ્તિ પારીક, મંત્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય પી.સી. બરંડા, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ચેરમેન દિલીપભાઈ ગાંધી સહિતના ટ્રસ્ટીઓ વગેરે ઉપરાંત મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.