લાખણીઃ તાલુકાના ગેળા ધામે ભાવિકો દર શનિવારે હનુમાન દાદાના દર્શને ઉમટી પડે છે. લોક વાયકા મુજબ વર્ષો અગાઉ તપસ્વી સાધુએ શ્રીફળનો ઢગલો કરવાનો દાદાને મીઠો ઠપકો આપ્યો હતો, જેની સામે દાદાએ ઢગલો કરી બતાવ્યો હતો. જેથી વર્ષોની પરંપરા મુજબ અહીં શ્રીફળ રમતું મૂકવામાં આવે છે. જે વર્ષોથી ચોરાતું નથી કે બગડતું પણ નથી. એથી હાલમાં શ્રીફળનો ડુંગર ખડકાયો છે. દાદાના દર્શે આવતાં ભાવિકો આ ડુંગરથી ભાવવિભોર બની પ્રદક્ષિણા કરવાનું ચૂકતા નથી. તેથી શ્રીફળના ડુંગરે પણ ભારે ભીડ જોવા મળી હતી.