• મતદાન કરવા જતાં અકસ્માતમાં પરિવારના ૫નાં મોતઃ મહેસાણા તાલુકાના મંડાલી પાસે ૧૪મી નવેમ્બરે બપોરે એક પરિવાર મતદાન માટે મારુતિવાનમાં જઈ રહ્યો હતો ત્યારે વાનનું ટાયર ફાટતાં વાન ફંગોળાઈને સામેના રોડ પરથી પસાર થતી કાર ઉપર પડી હતી. આ અકસ્માતમાં દંપતી, પુત્ર, પૌત્રી અને વાનચાલકનું મૃત્યુ થયું હતું.
• એન્ટિક સિક્કાના બહાને રૂ. ૨.૧૭ કરોડ ઠગનારા ૪ ઝબ્બેઃ મહેસાણા જિલ્લાના સુજાતપુરા રોડ પર રહેતા વેપારી ઘનશ્યામ પ્રજાપતિએ ૨૩ સપ્ટેમ્બરે વાપી પીલીસમાં ફરિયાદ આપી કે, નાઝીર અહેમદ ઉર્ફે હમીદે છેતરપિંડીથી એક ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વર્ષ ૧૮૩૯નો સિક્કો રૂ. ૨.૧૭ કરોડમાં વેચ્યો છે. હમીદે તે સિક્કો આશરે રૂ. ૧૮ કરોડની કિંમતનો અને એન્ટિક હોવાનું કહ્યું હતું. હમીદે પોતાની ઓળખ એન્ટિક ચીજોના વેપારી તરીકે આપી હતી. જોકે આ સિક્કો એન્ટિક ન હોવાનું સાબિત થતાં પોલીસે હમીદ સહિત ચારની ધરપકડ કરી છે.