• પેપ્સીકો ખેડૂતો પરના કેસ પાછા ખેંચશેઃ પેપ્સીકો ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા વિશેષ બટાકાની જાતની પેટન્ટ મેળવ્યા બાદ તે બટાકાનું મંજૂરી સિવાય ઉત્પાદન કરનાર ખેડૂતો સામે કંપની દ્વારા કેસ કરવામાં આવ્યા હતા. જોકે કંપની દ્વારા હવે આ કેસો પાછા ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ગુજરાતના ખેડૂતો પર થયેલા અનેક કેસો પરત ખેંચાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
• કૌટુંબિક અદાવતમાં બાળકને સળગાવ્યો: ધાનેરા તાલુકાના ભાટીબ ગામે ચાર વર્ષ અગાઉ કુટુંબી ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી. પિતાના મોતનો બદલો લેવા માટે કૌટુંબિક ભાઈઓ દ્વારા એક ભાઈના ૧૨ વર્ષના દીકરા ઉપર પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ બીજી મેએ કરાયો હતો. ૧૨ વર્ષનો કિશોર બીજીએ વહેલી પરોઢે ઊંઘી રહ્યો હતો ત્યારે તેના કાકાઓ દ્વારા પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. બાળક ભડભડ સળગતાં બૂમાબૂમ કરી અને પરિવારજનો જાગીને ત્યાં દોડી આવ્યા હતા. બાળકને આગમાં લપેટાયેલો જોઈને યેનકેન પ્રકારે આગ બુઝાવી બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.