પાલનપુરઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે કુટિર ઉદ્યોગ મીઠા ઉદ્યોગ અને ગૌસંવર્ધન પ્રધાન તારાચંદ છેડાના અધ્યક્ષસ્થાને કુટિર ઉદ્યોગ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામોદ્યોગ અને કુટિર ઉદ્યોગમાં શું નવું કરી શકાય? તેની ચર્ચા કરવામાં આવી હતી. ગામડાંના કારીગરોને વધુ રોજગારી મળે તે માટે પ્રધાને ફિલ્ડમાં કામ કરતા અધિકારીઓ પાસેથી સૂચનો માંગ્યા હતા. બેઠકમાં તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં કુટિર ઉદ્યોગની નીતિ બનાવનારા ગુજરાત પ્રથમ સ્ટેટ છે. તેમણે કહ્યું હતું કે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં કુટિર ઉદ્યોગ વિક્સે એ આ નીતિનો ધ્યેય છે.
અંબાજી મુકામે પ્રધાને મા અંબાના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજાઅર્ચના કરી હતી. તેમણે માતાજીના દર્શન કરી ગુજરાતી સુખી, સમૃદ્ધ અને શક્તિશાળી બને તેવી આશા વ્યક્ત કરી હતી.