ગાંધીનગરઃ રાજ્યસભાના સંસદસભ્ય અને કોંગ્રેસના નેતા પ્રવીણ રાષ્ટ્રપાલનું ૧૨મી મેએ દિલ્હીમાં અવસાન થયું હતું. ૭૭ વર્ષના નેતા ૧૩મી લોકસભામાં ૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાન પાટણના લોકસભાના સાંસદ હતા અને ૨૦૦૬થી રાજ્યસભામાં ગયા હતા. રાજ્યસભામાં એમની આ બીજી ટર્મ હતી. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા આ દલિત નેતાનું ગરીબો, વંચિતો, દલિતો તથા અન્ય નબળા વર્ગના લોકો માટે નોંધપાત્ર રહ્યું છે.