પાલનપુરઃ સામાન્ય રીતે એવી છાપ હોય છે કે પુરુષો જ સાપ પકડવામાં માહેર હોય છે, પણ અમીરગઢના વિરમપુરના રંજનબહેન આ વિસ્તારમાં સાપ પકડવામાં માહેર ગણાય છે. રંજનબહેને તેમના ત્રણ મિત્રોની મદદથી અત્યાર સુધીમાં લોકોના ઘરમાં નીકળતાં અસંખ્ય સાપ પકડ્યાં છે.
રંજનબહેન સાપને પકડીને જંગલમાં સલામત રીતે છોડી દે છે. વિરમપુરપંથક જંગલ અને ડુંગરાળ વિસ્તાર હોવાથી જંગલી જનાવર સાથે સાપ, વિંછી જેવા જીવજંતુઓ અવાર-નવાર અહીં દેખા દેતા હોય છે. આ વિસ્તારમાં કોઈના પણ ઘર કે તેની આસપાસ સાપ દેખાય કે તરત જ લોકો હવે રંજનબહેનને જાણ કરે છે.