પાલનપુરઃ પાલનપુર સિદ્ધપુર હાઇવે પર અકસ્માતમાં અમદાવાદના તબીબ ડો. તુષાર પટેલની એસયુવી કારને રોંગ સાઇડમાંથી સામેથી આવી રહેલી આઈશર ટ્રક ધડાકાભેર અથડાતાં સ્થળ ઉપર જ તબીબ સહિત ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં હાર્ટ સ્પેશ્યાલિસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. તુષાર પટેલ તેઓની કાર લઈને સિદ્ધપુર નજીકથી પસાર થતા હતા તે સમયે ધારવાડ બસ સ્ટેન્ડ પાસે સામેથી રોંગ સાઈડમાં આવી રહેલી આઈશર ટ્રક તબીબની કાર ઉપર ચડી ગઈ હતી જેથી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં આગળની સીટ ઉપર બેઠેલા તબીબ તુષાર પટેલ અને તેમના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.