હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પુનાસણ ગામ નજીક ૧ એપ્રિલે રાત્રે ગાંભોઇ પોલીસે વિદેશી દારૂ આવતો હોવાની બાતમીને આધારે એક શંકાસ્પદ કાર ઊભી રાખી હતી. તેમાં તપાસ કરતા કાર ચાલક અને તેની બાજુમાં સીટ નીચે બનાવેલ ગુપ્ત ખાનામાંથી ચાંદીની પાટ અને દાગીના સહિત ૬૪ કિલો ચાંદી ઝડપી પાડી હતી. આમ પોલીસે ચાંદી, કાર, રોકડ, મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૨૦ લાખ ૫૩ હજાર ૭૦૦નો મુદ્દામાલ કબજે લઇ ત્રણ શખસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.