સિદ્ધપુરના ખડીયાસણ ગામના રહેવાસી વિષ્ણુભાઇ ઠાકોર અને આસીનભાઇ સિપાહી બાળપણના ગાઢ મિત્રો હતા. ૨૨ વર્ષ પહેલાં વિષ્ણુભાઇના લગ્ન ધાનેરા નિવાસી રમીલાબહેન ઠાકોર સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા, પરંતુ રમીલાબહેનના માતા-પિતા અને ભાઇ રમીલાબહેનના બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા. જેથી આસીનભાઇ સિપાઇએ તેમના મિત્ર વિષ્ણુભાઇ ઠાકોરની પત્નીને બહેન બનાવી હતી. છેલ્લા ૨૧ વર્ષથી રમીલાબહેન રક્ષાબંધનના દિવસે આસીનભાઇને રાખડી બાંધતા આવ્યા છે, પરંતુ આજથી સાત માસ પહેલાં રમીલાબેનનું કેન્સરથી મોત થયું હતું. હાલમાં રમીલાબહેનના દીકરી અને દીકરાના લગ્ન હતા ત્યારે આસીનભાઈએ હોંશે હોંશે મામારું કર્યું હતું.
• દબાણ ઝુંબેશમાં સ્થાનિક મહિલાનો આત્મ વિલોપનનો પ્રયાસઃ ડીસા નગરપાલિકા દ્વારા શહેરના ગરીબ પરિવારો માટે મુખ્ય પ્રધાન આવાસ યોજના હેઠળ શહેરના નહેરુ નગર ટેકરા વિસ્તારમાં આવાસો બનાવવાની કામગીરી ચાલે છે. દબાણકારોના દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન એક સ્થાનિક મહિલાએ શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા વાતાવરણ તંગ બન્યું હતું અને મામલો ઉગ્ર બનતા પાલિકાને આ દબાણ ઝુંબેશ બંધ કરવાની ફરજ પડી હતી.