મહેસાણા: મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીક ફૂલની પાંખડી જેવી કોમળ બાળકીને લઇને પિતાને નર્મદાની કેનાલમાં પડતું મુક્યું હતું.
સદભાગ્યે નજીકમાંથી પસાર થઇ રહેલા ૫૦ વર્ષના ખેડૂત દશરથ ઠાકોરે તત્કાળ કેનાલમાં કુદીને બાળકીને બચાવી લીધી હતી. જો કે, કેનાલમાં વહી ગયેલા બાળકીના પિતાની ભાળ મળી નહોતી, બચાવાયેલી બાળકીનું શરીર એકદમ લાકડા જેવું થઇ ગયું હતું. બાળકીના ફેફસાંમાં પાણી ભરાઇ ગયું હોવાનું ૧૦૮ની ટીમે જણાવ્યું હતું બાળકીના ૩૦ વર્ષીય પિતા વિમલસિંહ સોલંકી ત્રણ વર્ષથી માનસિક બીમારીની સારવાર લઇ રહ્યા હતા. ૧૫ મહિનાની પુત્રીને લઇને સોમવારે સાંજે નીકળ્યા હતા.
દશરથભાઇએ જણાવ્યું હતું કે, જ્યારે બાળકીને બચાવી રહ્યા હતા ત્યારે વિમલસિંહે ઇશારો કરીને પોતાને નહીં બચાવવા વિનવણી કરી હતી.