ગરબાડાઃ ઝરીબુઝર્ગ ગામના ગામતળ ફળિયામાં રહેતા રામચંદ સંગોડ તથા કનુબહેનને ૧૮ વર્ષના લગ્નજીવનમાં એક પછી એક એમ કુલ ૧૭ સંતાનો છે. જેમાંથી ૧૫મું સંતાન દીકરો છે. અગાઉ બે દીકરીઓ બાળપણમાં મૃત્યુ પામતા ભવિષ્યમાં પુત્રને કંઇ થઇ જાય તો એક વધુ પુત્રની આશામાં ડિસેમ્બરમાં મહિલાએ ૧૭મી વાર સંતાનને જન્મ આપ્યો હતો. જોકે તે પુત્રી છે. હવે દંપતીએ પુત્રની આશા છોડી દીધી છે અને મહિલાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી લીધું હતું.