પાલનપુરઃ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સંચાલિત અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલોજમાં ૨.૧૮ કરોડની ઠગાઈ કરવા બદલ કોલેજના પૂર્વ આચાર્ય સહિત ત્રણને બરતરફ કરવામાં આવ્યા છે કોલેજના હિસાબોનું સ્પે. ઓડિટ કરાવતાં કોલેજના યુ.જી.સી. તથા સરકાર તરફથી ફાળવાતી ગ્રાન્ટની રકમ તથા અન્ય પ્રકારે બેંકોમાં છ બોગસ ખાતાં ખોલાવી રૂ. ૨,૧૮ કરોડની નાણાંકીય ઉચાપત જણાઈ હતી. આ ઉચાપતમાં ડો. મોદનાથ વી. મિશ્રા તત્કાલીન પ્રિન્સીપાલ, દિનેશ એમ. ઉપાધ્યાય તત્કાલિન હેડક્લાર્ક તતા બી જે. તેરમા તત્કાલિન સિનીયર કારકુન જવાબદાર ગણાતા તેમની સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.