સિદ્ધપુરઃ પાટણના બાલિસણાથી સંડેર ગામ રોડ પર મસેશ્વર મહાદેવના મંદિર પાસે ગામના જીવદયાપ્રેમી રમેશભાઇ પટેલે છ માળનું ટાવર આકારનું પક્ષીઘર તૈયાર કરાવ્યું છે. તેઓ કહે છે, તેમને જીવદયામાં આનંદ મળે છે. મોરબીના રામ કબૂતર સેવા ટ્રસ્ટમાંથી પક્ષી વસાવવાના સિમેન્ટના ખાતા (ઘર) લાવીને બાલિસણામાં રાખ્યા પછી હવે રૂ. ૪.૫૦ લાખના ખર્ચે સંડેરમાં પક્ષીઘર બનાવવામાં આવ્યું છે. પક્ષીઓ ભય વગર આ ઘરમાં વસી શકે તે માટે વરસાદ, તડકો કે કોઇ જાનવરથી તકલીફ ના થાય તે પક્ષીઘરનું પાકું બાંધકામ કરવામાં આવ્યું છે. મસેશ્વર મહાદેવ મંદિર પાસે એકસાથે ૪૦૦૦થી વધુ પક્ષીઓ રહી શકે એવું આ ‘બહુમાળી પક્ષીઘર’ છે.
• ૪૮ ફૂટ ઊંચુ આ પક્ષીઘર ઉત્તર ગુજરાતમાં પહેલું હોવાનો મત
• ૮૦૦ ખાના, દરેક ખાનામાં ૫ પક્ષી રહી શકે તેવી મોકળાશ
• ૪.૫૦ લાખનો ખર્ચ થયો
• ૦૨ મહિનામાં તૈયાર થયું.
• ૨૨ ફૂટનો બીમ, ૧૨ કિલો ખીલાસળીના ટુકડા, ભોંયતળિયે ૧૪ ફૂટનો સ્લેબ બનાવી તેના ઉપર ટાવરમાં બનાવ્યું પક્ષીઘર